How it Works? dordeli.com પર ખરીદી કેમ કરવી

How it Works? dordeli.com પર ખરીદી કેમ કરવી

  1. mhv.dordeli.com પર કેમ જવું ? કેમ ખોલવું ?

==> અમારા ફેસબુક કે વોટ્સેપ ગ્રુપમાં આપેલ લિંક પર ટચ કરવાથી સાઈટ પર જઈ શકાય છે. અથવા તમારા મોબાઈલ કે કોમ્પયુટર માં ગુગલ માં mhv.dordeli.com નાખી સર્ચ કરો. પહેલી જ વેબસાઈટ ની લીંક ને ખોલો. હવે તમે વેબસાઈટના હોમ પેઈજ પર આવી જશો. ઉપર નીચે સ્ક્રોલ કરતાં તમારા મોબાઈલની સ્ક્રીન ના બોટમ પર પુછશે Add to Home Screen તેને add કરી આપવાથી શોર્ટ કટ બની જશે. જે ફરીવાર મુલાકાત લેવા અનુકુળતા પુરી પાડશે. Add to Home Screen તમને ક્રોમ માં પણ જમણે ઉપર મેનુ માં મળી જશે.

2. mhv.dordeli.com પર જોઈતી વસ્તુઓ કેવી રીતે શોધવી?

==> મેઈન પેજ પર આવેલી અલગ અલગ કેટેગરી માં અંદર જતા અસંખ્ય ચીજવસ્તુઓ જોઈ શકાય છે. મેઈન પેજ પર નીચે જતાં Featured Products માં પણ ધણી ચીજો જોવા મળશે. અને વધુ નીચે જતાં New Products માં સાઈટ પર નવી આવેલી ચીજો જોવા મળશે. અથવા Search લખેલુ છે ત્યાં જે શોઘવું હોય તે લખી જમણી બાજુ ના ગીલોરી કાચ ના નિશાન પર ટચ કરવાથી જોઈતી ચીજો શોધી શકાય છે.

3. શોધેલી ચીજો કાર્ટ માં કેમ ઉમેરવી?

==> શોધેલી ચીજ ઉપર ટચ કરવા થી, જે તે ચીજનું પેજ ખુલશે. નીચે વિગતો જણાવવામાં આવેલ છે. તે ચીજ ખરીદવી હોય તો, જેટલા નંગ કે વજન માં જોઈતી હોય તે + કરવાથી સંખ્યા ઉમેરાતી જશે. ઓછી કરવા – નો ઉપયોગ કરવો. ત્યાર પછી Add to Cart દબાવવાથી તે ચીજ પસંદ કરેલ વજન કે સંખ્યામાં કાર્ટમાં ઉમેરાઈ જશે. અન્ય ચીજો ઉમેરવા ઉપરની જમણી બાજુએ ચોકડી પર ટચ કરી કાર્ટ બંધ કરી, ખરીદી ચાલુ રાખી શકાય છે.

4. Checkout ચેક આઉટ કેમ કરવું ?

==> બઘી ખરીદી પુર્ણ કરયા પછી કાર્ટમાં નીચેની જમણી બાજુએ checkout લખેલું મળશે, જેને ટચ કરવાથી સાઈટ આપને ચેક આઉટ પેજ પર લઈ જશે, જ્યાં આપની માહિતી ભરવાની રહેશે. જેમાં નામ, Last Name માં અટક, Street Address માં આપનુ સંપુર્ણ સરનામું, Town/City માં ગામ, State/County માં ગુજરાત, Postcode/Zip માં પીન કોડ, Phone માં મોબાઈલ નંબર, Email Address માં આપનુ ઈમેલ એડ્રેસ, Delivery Location માં Search લખ્યુ છે ત્યાં Mahuva લખવાથી Mahuva Taluka, Dist. Bhavnagar ઓપશન પર ટચ કરવું. જો ડિલીવરીનું સરનામું અલગ હોય તો, Ship to a Different Address માં વિગતો ભરવી, નહીંતર અનટીક કરી દેવું. ત્યાર પછી નીચે આવતાં Local Pickup કે Door Delivery નો ઓપશન મળશે. Local Pickup માં ગ્રાહકે કૌંસ માં દર્શાવેલ એડ્રેસ પર થી જાતે ચીજો મેળવવાની રહેશે. જેમાં કોઈ ચાર્જ નથી. Door Delivery પસંદ કરવાથી ચીજો ઘરે પહોંચાડી આપવામાં આવશે. જેનો ચાર્જ રુ. 15 છે. ત્યાર પછી Payment Option માં Cash On Devivery પસંદ કરી. I have Read and Agree…. માં ટીક કરી, Place Order પર દબાવતાં, ઓર્ડર કનફર્મ થઈ જશે. અને અમે બહુજ જલ્દી આપનો ઓર્ડર પહોંચાડી આપીશું. ડિલીવરી સમયે QR Code Scan કરી UPI વડે પણ પેમેન્ટ કરી શકો છો.

નોંધ: 1] અમારા બ્રોડકાસ્ટ ગ્રુપ માં જોડાવા માટે 8 7 5 8 0 0 1 4 8 6 પર add me અને તમારુ નામ લખી મોકલો. અમે સમયાંતરે નવી ચીજો, ઓફરો, કુપન કોડ ગ્રુપમાં નાખતા રહીએ છીએ.

2] Checkout વખતે જે Delivery Location માં સમસ્યા આવતી હતી તેનો ઉકેલ આવી ગયેલ છે. હવે Checkout વખતે Deliver Location પુછશે જ નહીં. અમે આપની ઓનલાઈન ખરીદી સરળ બનાવવા કટીબધ્ધ છીએ. ફકત આપનો સહકાર ઈચ્છનીય છે.

Leave a Reply