વેચનાર / સેલર માટે શરતો

1) dordeli.com પ્રથમ વર્ષ એટલે કે 2021 ,31, મી ડિસેમ્બર સુધી કોઈ પ્રારંભિક ખર્ચ વસૂલ નહીં કરે. ત્યારબાદ બંને પાર્ટીની સમજૂતી થી વાર્ષિક ફિક્સ ફીઝ નક્કી કરવામાં આવશે.
2) વેચનાર વેબસાઈટ ઉપર વેચેલ માલ ગ્રાહક ને દરેક વસ્તુઓ વેબસાઈટ ઉપર જણાવેલ ઓરીજનલ બ્રાંડ ની જ પૂરી પાડશે.
3) GST નાં દર વેચનાર જે તે દરે માલ વેચેલ હશે તેનો ટેક્સ નાં રીટર્ન અને ટેકસ ભરવાની જવાબદારી વેચનાર પાર્ટી ની રહેશે.
4) અમારી વેબસાઈટ ઉપર વેચેલ માલ વેચનારે ગ્રાહક ને વેચેલો સમજવામાં આવશે.
5) દરેક પ્રોડક્ટ ઉપર નક્કી થયેલ કમિશન વેચનારે વેબસાઈટ ને નક્કી થયેલ સમયે પેમેન્ટ સેટલમેન્ટ વખતે ચૂકવવા નૂં રહેશે.
6) આ સમયે જોડેલ એનેક્ષર માં પ્રોડક્ટ દીઠ કમીશન ની ટકાવારી બંને પાર્ટીની સમજૂતી થી સહી સિક્કા સાથે જોડવામાં આવેલ છે.
7) કોઈ પણ ડીસ્પ્યુટ માટે જુરીસ્ડીકશન મહુવા રહેશે.
8) ગ્રાહક ને માલ પસંદ ન પડે કે ખામીયૂકત માલ વેચનારે પરત લઈ નાણા રીફન્ડ કરવાના રહેશે. અથવા ગ્રાહક ઈચ્છે તો ફેરબદલ કરી આપી તફાવત વસુલ કરવા અથવા પરત કરવાનો રહેશે.
9) રીટર્ન કે રીપ્લેસમેન્ટ માટે પરત આવેલ વસ્તુઓ ચકાસી, કોઈ પણ શરતો નો ગ્રાહક દ્વારા ભંગ થયેલ હોય તો વેચનાર રીટર્ન કે રીપ્લેસમેન્ટ વિનંતી ને નકારી રીજેક્ટ કરી શકે છે. આ માટે વેચનારે પ્રોડક્ટ પેજ ઉપર તથા સ્ટોર પોલીસીમાં સ્પષ્ટ પણે ગ્રાહકો ને શરતો જણાવ્વી જરૂરી છે.
10) વેબસાઈટ ઉપર વેચાયેલ વસ્તુઓ ની ડિલિવરી વેબસાઈટ / વેચનાર ની જવાબદારી રહેશે.
11) વેબસાઈટ દ્વારા ડિલીવરી ની કેસ માં વેચનારે ઓર્ડર મળ્યાનાં બે – થી – ત્રણ કલાકમાં ઓર્ડર પેકિંગ કરી તૈયાર રાખવાનો રહેશે.
12) ગ્રાહકે ખરીદેલ માલ ગ્રાહક જાતે પીક કરવાના કેસમાં વેચનારે માલ 1-થી-2 કલાક માં તૈયાર રાખવાનો રહેશે. વેચનાર ગ્રાહક ની સુવિધા નું હંમેશા ધ્યાન રાખશે.
13) વેબસાઈટ ઉપર વેચેલ માલ ગ્રાહક બે દિવસ માં રીટર્ન કે રીપ્લેસ ની અરજી નાંખી શકે છે.
14) દર શુક્રવારે અઠવાડિયા દરમિયાન થયેલ વેચાણ નો હિસાબ કરી વેબસાઈટ નું કમિશન બાદ કરી રીટર્ન આવેલ વસ્તુઓ ની કિંમત બાદ કરી બેલેન્સ વેચનાર ને ચૂકવી આપવામાં આવશે.
15) વેચનારે પોતાની ચીજવસ્તુઓ અને ભાવ જાતે વેબસાઈટ ઉપર લીસ્ટ કરવાની રહેશે. વેબસાઈટ જોઈતો દરેક સપોર્ટ ફોન કે મેસેજ દ્વારા પૂરો પાડશે.